ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કામ કરતા સંદીપભાઈ ભીમજીભાઈ કંસારા નામના 37 વર્ષના પ્રજાપતિ કુંભાર યુવાનના તેમના પત્ની વિલાસબેન સાથે છૂટાછેડા થઈ ગયેલ હોય, પરંતુ તેણી હેરાન ન થાય તે માટે તેને મકાન રહેવા આપ્યું હતું. જ્યાં વિલાસબેન રહેતા હતા, ત્યાં ઓખાના ભુંગા વિસ્તારમાં રહેતો અશરફ કુરેશી પણ રહેતો હોય, થોડા દિવસ પૂર્વે ફરિયાદી સંદીપભાઈ વિલાસબેનને મળવા જતા ત્યાં આરોપી અશરફ કુરેશી આવ્યો હોવાથી અહીં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આરોપી અશરફ કુરેશીએ સંદીપભાઈ કંસારાને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી સંદીપભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં આઈપીસી કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.