ઘણા બાળકો જન્મતાની સાથે જ અનેક ખૂબીઓ ધરાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ તમે પણ સાંભળ્યા હશે. આવી જ રીતે ઓખાનો દોઢ વર્ષનો બાળક ગોડ ગીફ્ટેડ ખૂબીઓ સાથે જન્મ્યો હોય તેમ અદ્ભુત આવડત ધરાવે છે. તેની પાસે ત્રણ ભાષાનું જ્ઞાન છે સાથોસાથ માત્ર એક જ મિનીટમાં 21 દેશોના રાષ્ટ્રદ્વ્જને 1 જ મીનીટમાં ઓળખી બતાવે છે.
ઓખામાં રહેતા જયભાઈ બરાઈ તથા જીનલબેનનો 19માસનો સુપર ટેલેન્ટેડ પુત્ર યજ બરાઈ માત્ર 1જ મિનીટમાં 21દેશના રાષ્ટ્રદ્વ્જને ઓળખી કાઢે છે. તેમના માતા-પિતાના જણાવ્યા અનુસાર યજ ફાસ્ટ લર્નર બાળક છે. અને મત્ર 9માસનો હતો ત્યારથી જ એક,દો,તીન,ચાર જેવા શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારણ કરવા લાગ્યો હતો. અને યજના પિતા જય તિરંગા વાળા બ્રોચ પહેરતાં હોવાથી સૌપ્રથમ તે તિરંગાને ઓળખતો થયેલ. પુત્રના આ વિશિષ્ટ લક્ષણો જોઈને માતા-પિતાના સહયારા પ્રયાસોથી યજ 21 દેશોના રાષ્ટ્રદ્વ્જને ઓળખી બતાવે છે.
દોઢ વર્ષનું બાળક બોલતા પણ માંડ શીખ્યું હોય ત્યારે યજની આ આવડત જોઈને ઇન્ટરનેશનલ બુક દ્વારા સુપર ટેલેન્ટેડ કીડનો એવોર્ડ આપવામાં આવ્યો છે. પોતાનો બાળક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામે તે માટે તેના માતા-પિતા તેને અન્ય દેશોના રાષ્ટ્રદ્વ્જ ઓળખતા શીખવી રહ્યા છે. આ ઉપરાંત યજ સંસ્કૃત અને ફ્રેન્ચ ભાષા પણ શીખી રહ્યો છે અને ઘરમાં પૂજાપાઠમાં ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર વગેરેનું જ્ઞાન મેળવી રહ્યો છે.