ઉતરાયણના તહેવાર દરમ્યાન સુદર્શન સેતુ ઉપર ભયજનક રીતે વાહન ચલાવી રીલ બનાવનાર એક ઇસમ સામે ઓખા મરીન પોલીસ દ્વારા કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
પેટ્રોલિંગ દરમ્યાન એક ફોરવ્હીલ કાર ચાલક જાહેર માર્ગ પર લોકોની સુરક્ષાને જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવી રીલ બનાવતો ઝડપાયો હતો. આ પ્રકારના જોખમી સ્ટંટના કારણે કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા હોય છે.
View this post on Instagram
ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ફોરવ્હીલ કાર જપ્ત કરી આરોપી ગીરીશભાઈ વીરાભાઈ પરમાર (રહે. બુઢડા, તા. શીહોર, જી. ભાવનગર) સામે કાયદા મુજબ કાર્યવાહી કરી હતી તેમજ જાહેર માર્ગ પર સ્ટંટ અને રીલ બનાવવુ ગુનાહિત હોવાનું કાયદાનું ભાન કરાવ્યું હતું.
જોખમી ડ્રાઇવિંગ, સ્ટંટ અને રીલ બનાવવાની પ્રવૃત્તિઓ રોકવા માટે ઓખા મરીન પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આવા તત્વો સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી અન્ય લોકો માટે આ કાર્યવાહી ચેતવણીરૂપ ઉદાહરણ બની રહે.


