ઉનાળાની કાળઝાળ ગરમીમાં જામનગરમાં કોંગ્રેસ-ભાજપનું પ્રચાર યુધ્ધ વધુ ગરમાયું છે. બે દિવસ પહેલાં પ્રદર્શન મેદાનની સરકારી દિવાલ પર કમળની બાજુમાં ગેસ સિલિન્ડરનું ચિત્રણ કરવા મુદ્ે બન્ને પક્ષે રાજકીય વાકયુધ્ધ ખેલાયા બાદ સરકારી તંત્રએ અહીં ચિત્રો પર સફેદ પીછડો મારી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફરીથી કોંગ્રેસે પ્રદર્શન મેદાનની સામે વિદ્યોતેજક મંડળની દિવાલ પર ચિતરવામાં આવેલાં ભાજપના કમળના સિમ્બોલની બાજુમાં તેલના ડબ્બાનું ચિત્રણ કરીને આ પ્રચાર યુધ્ધમાં ફરીથી પલિતો ચાંપ્યો છે. મોંઘવારીનો વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસ ભાજપે જ દોરેલાં કમળના ચિત્રનો ઉપયોગ કરીને ભાજપ પર પ્રહાર કરી રહી છે.