Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં હરિયા કોલેજથી સાંઢીયા પુલ માર્ગ પર ઓઇલ ઢોળાતા વાહનચાલકો સ્લીપ થયા

જામનગરમાં હરિયા કોલેજથી સાંઢીયા પુલ માર્ગ પર ઓઇલ ઢોળાતા વાહનચાલકો સ્લીપ થયા

- Advertisement -

જામનગર શહેરમાં હરિયા કોલેજથી સાંઢીયા પુલ તરફ જતાં માર્ગ પર ઓઇલ ઢોળાતા વાહનચાલકો સ્લીપ થયા હતાં. જામ્યુકો ફાયર વિભાગ દ્વારા માર્ગ પર ધૂળ નાખી ચીકાસ ઘટાડવા કામગીરી કરાઇ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ગઈકાલે સોમવારે સવારના સમયે હરિયાક કોલેજથી સાંઢીયા પુલ તરફ જતાં માર્ગ પરથી પસાર થતા એક ટ્રકમાંથી અચાનક ઓઇલ લીકેજ થયું હતું. જેના પરિણામે માર્ગ પર ઓઇલની રેલમછેલ થઈ હતી. આથી આ માર્ગ પરથી પસર થતા અનેક ટુ વ્હીલરચાલકો સ્લીપ થયા હતાં. જેના પરિણામે કેટલાંક વાહનચાલકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. માર્ગ પર ઓઇલ ઢોળાયાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા અને સોલીડ વેસ્ટ શાખાના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને માર્ગ બંધ કરાવી સમગ્ર રોડ પર ધુળ નાખી ઓઇલની ચિકાસને ઘટાડવા કામગીરી હાથ ધરી હતી અને અકસ્માત ન સર્જાય તે માટે પગલાં લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular