જામનગરમાં ગઇકાલે શુક્રવારે સવારે 10:30ની આસપાસ મેઘરાજાએ થોડાં સમય માટે પાણી વરસાવ્યું. આ વરસાદમાં જામનગરના માર્કેટ યાર્ડમાં નુકસાન થયું. જોકે, એ માટે યાર્ડ જવાબદાર નથી. સરકારી તંત્રની બેદરકારી બહાર આવી છે અને પ્રજાના નાણાં પર પાણી ફરી વળ્યું છે. સાથે સાથે કેટલાંક વેપારીઓનો માલ પણ પલળી ગયો છે. જો કે, વેપારીઓને ખાસ કોઇ નુકસાન નથી. કારણ કે, જે માલ પલળી ગયો છે તેમાં નફામાં નુકસાન હોવાનું જાણવા મળી રહ્યું છે. વેપારીઓનો જે માલ પલળી ગયો છે તે કિંમતી નથી.
આજે શનિવારે સવારે ‘ખબર ગુજરાત’ દ્વારા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલનો ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, વાતાવરણને ધ્યાનમાં રાખી અગાઉથી સુચના આપવા છતાં વેપારીઓએ પોતાનો માલ ખુલ્લામાં છોડયો હતો. આ માલમાં અજમાની ભૂસી હતી. જેનો બજાર ભાવ સાવ સામાન્ય હોય છે. ખેડૂતોના કૃષિ ઉત્પાદનો વરસાદમાં પલળી ગયા નથી.આ ઉત્પાદન સલામત છે.આ ઉપરાંત સરકારે ટેકાના ભાવે ખરીદી કરીને અંદાજે 500 જેટલાં ઘઉં ચણાના બાચકા ખુલ્લામાં છોડી દીધાં હતાં જે પલળી ગયા છે.
જામનગરમાં શુક્રવારે સવારે વરસાધ્નું ઝાપટું આવતાં હાપામાર્કર્ટીંગ યાર્ડમાં પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાયેલી ધઉં અને ચણાની 480 બોરી (1 હજાર મણ)નો જથ્થો પલળી જતાં લાખોનું નુકશાન થવા પામ્યું છે.
હાપા યાર્ડ સહિત જીલ્લાભરમાં સરકાર દ્વારા પુરવઠા તંત્ર હસ્તક ગત તા.16 માર્ચથી ધઉં-ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. કોરોનાના કારણે ખરીદી બંધ થયા બાદ કરી તા.ર4 મેથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ હતી. હજુ ટેકાના ભાવે ખરીદ્દી આગામી તા.30 જુન સુધી શરૂ રહેશે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ચણાની 4,33,486 બોરીની અને ધઉની 1,40,00 બોરીની ખરીદી કરી છે. ત્યારે શુક્રવારે સવારે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ મેધરાજાની એન્ટ્રી થઈ હતી. વરસાદ શરૂ થતાં જ તંત્રમાં દોડઘામ મયી જવા પામી હતી અને ટેકાના ભાવે ખરીદી કરાયેલો ધઉં અને ચણાનો જથ્થો જે ખુલ્લામાં પડયો હતો. તેને ઢાંકવા માટેની તજવીજ હાથ ઘરી હતી. પરંતુ થોડી મીનીટોમાં વરસાદ બંધ થઈ જતાં તંત્રએ હાશકારો લીધો હતો. પરંતુ ટેકાના ભાવે ખરીદ કરાયેલ ધઉં-ચણાની 480 જેટલી બોરી (1 હજાર મણ)નો જથ્થો પલળી ગયો હતો. જેથી લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.યાર્ડના સેક્રેટરીએ વાતચીતના અંતે જણાવ્યું છે કે, સોમવારે ભીમ અગીયારસની રજા હોવાના કારણે બે દિવસ યાર્ડમાં આવક બંધ રાખવામાં આવી છે.
અધિકારીઓ બેદરકાર, સરકારને નુકસાન
જામનગરના માર્કેટ યાર્ડમાં સરકારના પૈસા પાણીમાં !