Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતસપ્તાહમાં વરસાદ ન થયો તો રાજયના 114 તાલુકામાં સત્તાવાર દુષ્કાળ

સપ્તાહમાં વરસાદ ન થયો તો રાજયના 114 તાલુકામાં સત્તાવાર દુષ્કાળ

મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી યોજના હેઠળ જ હવે સરકારની થશે કસોટી

- Advertisement -

સચિવાલયમાં મંગળવારે અનેક ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો અને ખેડૂત આગેવાનો સિંચાઈનું પાણી નથી મળી રહ્યુ તેવી ફરિયાદો સાથે જોવા મળ્યા હતા. કેટલાકે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના દૈનિક વરસાદ અહેવાલ મુજબ 24 ઓગસ્ટને મંગળવાર સુધીમાં સિઝનનો માત્ર 41.71 ટકા વરસાદ થયો છે. બે તાલુકામાં તો બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ પડયો છે. 20 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ છે. ધારાસભ્યોની માંગણી છે કે, એક સપ્તાહમાં વરસાદ ન પડે તો સીએમ કિસાન સહાય યોજના હેઠળ કલેક્ટરોને દુષ્કાળ જાહેર આદેશ અપાવામાં આવે. જેથી ખેડૂતોને યોજના હેઠળ રૂપિયા એક લાખ સુધીનું વળતર ઝડપથી મળે અને ખેતી રવી પાક માટે આગળ વધે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના 251માંથી 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ છે. સીએમ કિસાન સહાય યોજના હેઠળ ખરીફ વાવેતરમાં 33થી 60 ટકા પાક નુકશાન થયુ હોય તો ચાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે રૂ,20,000 અને 60 ટકાથી વધુમાં પ્રતિ હેક્ટરે 25,000 એમ કૂલ રૂપિયા 80,000થી એક લાખ સુધીની સહાય મળવા પાત્ર છે.
ઓછા વરસાદ વચ્ચે સરકારે નર્મદાનું પાણી તો છોડયુ છે પરંતુ, નાના, ગરીબ, દબાયેલા અને છેવડાના ખેડૂતો સુધી તે પહોંચતુ નથી. આ સ્થિતિમાં ગુજરાતમાં આઠ લાખ હેક્ટરમાં રોપાયેલી ડાંગરના પાક ક્યાંક ક્યાંક ડખ્ખામાં પડયો છે. જ્યારે તુવેર, મગ, મઠ અડદ સહિત 4.92 લાખ હેક્ટરમાં વાવેલા કઠોળના પાકોમાં પણ કસ વિહિન ઊતરે તેવી શક્યતા પ્રવર્તી છે.

- Advertisement -

જામનગર જિલ્લાના ચાર તાલુકામાં દુષ્કાળની સ્થિતિ

રાજય સરકારની દુષ્કાળ જાહેર કરવા અંગેની નવી યોજના અનુસાર જે માપદંડો નકકી કરવામાં આવ્યા છે તેમાં જામનગર જિલ્લાના ચાર તાલુકા જામનગર, જોડિયા, ધ્રોલ અને લાલપુરનો સમાવેશ થાય છે. આ ચાર એવા તાલુકાઓ છે. જયાં હજુ સુધી મોસમનો કુલ વરસાદ 10 ઇંચથી ઓછો છે. જેમાં જામનગર તાલુકામાં 5.5 ઇચ, જોડિયામાં 8 ઇંચ, ધ્રોલમાં 9 ઇંચ અને લાલપુરમાં પોણા નવ ઇંચ વરસાદ નોંધાયો છે. તે જોતાં આ ચારેય તાલુકાનો સતાવાર રીતે દુષ્કાળમાં સમાવેશ થઇ શકે છે. અન્ય બે તાલુકા કાલાવડમાં 14.5 જયારે જામજોધપુરમાં 10.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. આખા જિલ્લાની સરેરાશ જોઇએ તો માત્ર 9 ઇંચ વરસાદ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular