નવા વર્ષના પહેલા જ દિવસે સરકારને જીએસટીની વસુલી માટે કર અધિકારીઓને કારોબારીઓના પરિસરોમાં મોકલવાનો અધિકાર મળશે. જો તમે ચલણની સરખામણીમાં ઓછી કરીને લેણદારી દર્શાવી છે તો સરકાર કોઈપણ પ્રકારની નોટીસ વગર તમારા પરિસરમાં જીએસટી વસુલીના અધિકારીઓને મોકલશે. આજે જાહેર થયેલી નોટિફીકેશન મુજબ તેના માટે નાણાકિય નિયમ, 2021માં પ્રાસંગિક જોગવાઈ જોડવામાં આવી છે, જે જાન્યુઆરી 2022થી પ્રભાવી થશે.
જીએસટી વ્યવસ્થા હેઠળ જો કોઈ ઉંદ્યોગનો વર્ષનો કારોબાર 5 કરોડથી વધુ છે તો સંબંધિત કંપનીને દર મહિને બે પ્રકારના રિટર્ન ભરવાપાત્ર હોય છે. આ રીટર્ન જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી ફોર્મમાં આપવાના હોય છે. જીએસટીઆર-1 રીટર્ન ફોર્મમાં કારોબારીઓ દ્વારા વેચાણના ચલણ દેખાડવામાં આવે છે અને જીએસટીઆર-3બીમાં જીએસટી દેણદારીના નામ ઘોષિત કરવાના હોય છે. જીએસટીઆર-1 લેણદેણ આવતા મહિનાની 11 તારીખ સુધી ભરવા પડે છે અને જીએસટીઆર-3બી આવતા મહિનાની 20 તારીખે ભરવાના હોય છે જેનો વર્ષનો કારોબાર 5 કરોડ રૂપિયા સુધી હોય છે તે દર 3 મહિનામાં એકવાર રીટર્ન દાખલ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. એવામાં જો કોઈ જીએસટીઆર-1માં 1 કરોડ રૂપિયાના બીલ દેખાડયા છે પરંતુ જીએસટીઆર-3બીમાં ફકત એક લાખ રૂપિયાના વેચામ પર જ ટેક્ષ દેખાડે છે.તો 1 જાન્યુઆરીથી સરકાર તેના પરિસરમાં ટેક્ષ અધિકારીઓને મોકલીને 99 લાખ રૂપિયાના વેચાણ પર જીએસટીની વસુલી કરી શકે છે. એવા મામલે સરકારને સંબંધિત ઉંદ્યોગને પહેલા નોટીસ આપવાની પણ જરૂરીયાત રહેશે નહિ. એએમઆરજી એન્ડ એસોસીએટ્સમાં વરિષ્ઠ પાર્ટનર રજત મોહને કહ્યું કે સરકાર તમને કહેશે કે તમારી દેણદારી થઈ છે અને તમે ટેક્ષ ચુકવ્યો નથી તો તેમને આ મુદ્દા પર સુનાવણીનો મોકો આપવો પણ જરૂરી રહેશે નહિ અને કોઈપણ નોટીસ આપવામાં આવશે નહિ. આ નોટીફીકેશનના પ્રભાવી થયા બાદ સરકાર સ્પષ્ટ રીતે કહી શકે છે.