Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરદ્વારકાધિશને સુવર્ણ વાંસળીની ભેટ અર્પણ

દ્વારકાધિશને સુવર્ણ વાંસળીની ભેટ અર્પણ

જામનગરના વારીયા પરિવારના રાજુભાઈ, કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશજીના ચરણોમા સોનાની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

આ સેવાભાવી વારીયા પરિવાર જવેલર્સન વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમજ તેઓ મૂળ દ્વારકાના વતની હોય, ઠાકોરજીની પ્રેરણાથી આ ધાર્મિક કાર્ય કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ભગવાન શ્રી દ્વારકાધીશ અને સ્વ. માતા-પિતાના આશીર્વાદથી આ કાર્ય સિદ્ધ થયું હોવાનું તેમણે ઉમેરીને ઠાકોરજીના ચરણોમા આ વાંસળી અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગના દરેક મહેમાનો માટે ખાસ કંકોત્રી તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક બોક્સમાં દ્વારકાધીશ મંદિરની પ્રતિૃતિ સાથે આમંત્રણ પત્રિકા તેમજ દ્વારકાધીશ અદભુત લાયટિંગ સાથેનો ફોટો બનાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular