Saturday, December 6, 2025
Homeરાજ્યદેવળીયા ગામના શખ્સે ભાડે મકાન મેળવીને ખાલી ન કરતા લેન્ડ ગ્રેબીંગ હેઠળ...

દેવળીયા ગામના શખ્સે ભાડે મકાન મેળવીને ખાલી ન કરતા લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરદાસભાઈ કાનાભાઈ ડુવા નામના 35 વર્ષના આહિર યુવાને આ જ વિસ્તારમાં રહેતા દિલીપ રાણાભાઈ અંકલેશ્વરીયા નામના શખ્સ પાસેથી વર્ષ 2016 માં એક ખુલ્લો પ્લોટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી અને તેના પર બાંધકામ કરીને આ મકાન વર્ષ 2018 માં દિલીપ અંકલેશ્વરીયાને ભાડેથી રહેવા માટે આપ્યું હતું.
મકાનમાલિક હરદાસભાઈએ આરોપી દિલીપ અંકલેશ્વરીયાને વારંવાર મકાન ખાલી કરવાનું કહેતા આ શખ્સ દ્વારા તેમનું મકાન ખાલી કરવામાં આવતું ન હતું. આથી આશરે રૂપિયા 9,00,000 જેટલી કિંમતનું મકાન પચાવી પાડવા હરદાસભાઈ કાનાભાઈ ડુવા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં દિલીપ રાણાભાઈ અંકલેશ્વરીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular