દ્વારકાના મહેશ્વરી સદન વિસ્તારમાં રહેતી અને મૂળ ઝારખંડ રાજ્યની રહેવાસી એવી એક યુવતીને જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતો ધિરેન્દ્રસિંહ ભગુભા જાડેજા નામનો યુવાન છેલ્લા આઠેક વર્ષથી ઓળખતો હોય, આ શખ્સે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ત્યારબાદ ડરાવી-ધમકાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે સંદર્ભે દ્વારકા પોલીસે દુષ્કર્મ અંગેની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.એ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.