Saturday, January 4, 2025
Homeરાજ્યભાણવડમાં સર્જાયેલા એસટી બસના અકસ્માતમાં કંડકટરના મૃત્યુ સબબ ચાલક સામે ગુનો

ભાણવડમાં સર્જાયેલા એસટી બસના અકસ્માતમાં કંડકટરના મૃત્યુ સબબ ચાલક સામે ગુનો

- Advertisement -

ભાણવડ નજીક ગત તા.5 રોજ એસટી બસના થયેલા અકસ્માત સંદર્ભે એક યુવાન દ્વારા આ બસના કંડકટરનું મોત નીપજાવવા સબબ બસના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ ગાંધીનગરથી આવી અને જામજોધપુર રૂટની એસ.ટી. બસ નંબર જીજે-18-ઝેડ-5895 ના ચાલક એવા ચંદુલાલ સોલંકી દ્વારા ગત તારીખ પાંચમી ના રોજ સવારના આશરે છએક વાગ્યે ભાણવડથી આશરે 11 કિલોમીટર દૂર વેરાડ ગામ નજીક પહોંચતા આ બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ બસ પુલની ગોલાઈ પરથી નીચે આવેલા એક ખેતરમાં ઉતરી ગઈ હતી.

અકસ્માતમાં બસના ચાલક એવા જામજોધપુરના રહીશ હમીરભાઈ મેપાભાઈ વરુ નામના પચાસ વર્ષના આહિર આધેડનું ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ અકસ્માતમાં ચાલકને પણ ફ્રેકચર સહિતની તથા અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાણેજ જયવીરભાઈ રાજશીભાઈ ડાંગરની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે એસ.ટી. બસના ચાલક સામે આઇપીસી કલમ 279, 304(અ), 337, 338, તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઈ આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular