આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા એક પરિવારની બાર વર્ષ, સાત માસની વયની સગીર પુત્રીને વાડીનારના અકબરી ચોક વિસ્તારમાં રહેતા ફકીરમામદ હુસેન સુંભણીયા નામના શખ્સે થોડા દિવસો પૂર્વે છાતીના ભાગે શારીરિક રીતે અડપલા કરી આ બાબતે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ બાળાની માતાએ વાડીનાર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 354 (ક) 1, 506(2) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.