Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોએ જાહેર કરેલ પાર્કિંગ પોલિસી સામે રિટેલ વેપારી મહામંડળ-જામનગર દ્વારા વાંધા રજૂઆત

જામ્યુકોએ જાહેર કરેલ પાર્કિંગ પોલિસી સામે રિટેલ વેપારી મહામંડળ-જામનગર દ્વારા વાંધા રજૂઆત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ પાર્કિંગ પોલીસી સામે રિટેલ વેપારી મહામંડળ- જામનગર દ્વારા વાંધા સાથે રજૂઆત કરી છે.

જેમાં પાર્કિંગ પોલીસી માટેના જાહેર કરાયેલા વિસ્તારોમાં દુકાનો ધરાવતા વેપારીઓ મહાનગરપાલિકા ને પ્રોપર્ટી ટેક્સ, સોલીડ વેસ્ટ ટેક્સ, વ્યવસાય વેરા, વગેરે નિયમિત રીતે ભરેજ છે, અને વરસો થી પોતાની દુકાન પાસે (ધંધાના સ્થળે) પોતાના વાહનો પાર્ક કરેછે, તો હવે પોતાની દુકાન પાસે જ વાહન પાર્ક કરવાનો ચાર્જ રોજે-રોજ ભરવો?, શહેરમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી એ મહાનગર પાલિકા ની ફરજ છે, લોકો જ્યારે વાહન ખરીદે છે ત્યારે જ આજીવન રોડ ટેક્સ મહાનગરપાલિકા ને ભરી જ દેતા હોયછે, કોઈ ફોરવ્હીલ વાળા વાહન ધારક પોતાનું ફોરવ્હીલર નિયમ મુજબ નો ચાર્જ ભરીને કોઈ વેપારીની દુકાન પાસે/આડે રાખી દે અને તેને કારણે જે તે વેપારી નો ધંધો ઠપ્પ થઇ જાય, ગ્રાહકો આવતા બંધ થઈ જાય, અને કોઈ કિસ્સામાં વાહનધારક- દુકાનદાર વેપારી વચ્ચે ઝગડા થશે તો?, પાર્કિંગ પોલીસી હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા માર્ગ ઉપર ટુ-વ્હીલર, ફોર વ્હીલર બે-ચાર કલાક માટે ચાર્જ ચૂકવીને પાર્ક કર્યા પછી વળી બીજા કોઈ વિસ્તારમાં પાર્ક કરવું હોયતો તેના માટે ફરી પાછો ચાર્જ ચુકવવાનો? કે 24 કલાક માટેના પાર્કિંગ માટેના સત્તાવાર પાસ આપવામાં આવશે?, જાહેર કરાયેલા દરેક રોડ પર દરેક વખતે વાહનધારકો પાર્કિંગના નાણાં શા માટે ચૂકવે? સહિતના મુદ્દાઓ સાથે રજૂઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular