INS વાલસુરા ખાતે NWWA દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ ઝુમ્બા સત્ર, ઓનલાઈન વાર્તા કહેવા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટના ભાગ રૂપે બનાવેલ ઉત્પાદનોનું પ્રદર્શન, વાલસુરામાં વૈવિધ્યસભર પ્રાણીસૃષ્ટિને કેપ્ચર કરવા માટે ફોટોગ્રાફી કૌશલ્ય પ્રદર્શિત કરવાની સ્પર્ધા, હેલ્થી સલાડ બનાવવાની સ્પર્ધામાં ભાગ લઇ તેમની પ્રતિભા દર્શાવી હતી. તેમજ પરંપરાગત પોશાક પહેરીને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી કરી હતી.