યુપીના ઝાંસીના નર્સિંગની એક વિદ્યાર્થિનીએ ઓનલાઈન ગેમમાં 2.5 લાખ રૂપિયાની ભરપાઈ કરવા પોતાના જ અપહરણની વાર્તા રચી. તેણે પિતા પાસેથી 6 લાખની ખંડણી માંગી હતી. પોલીસે તપાસ કરતા વિદ્યાર્થી અને ચાર મિત્રોની ધરપકડ કરી.
ઓનલાઈન ગેમિંગનું દુષણ પણ દિવસેને દહાડે વધુત જાય છે. આજની યુવા પેઢી ઓનલાઈન ગેમિંગ પાછળ પોતાનું ર્સ્વસ્વ ગુમાવી રહી છે. ત્યારે યુપીના ઝાંસીમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. 19 વર્ષની નર્સિંગ સ્ટુડન્ટે પોતાનું અપહરણ કરવાનું કાવતરુ ઘડયું અને પિતા પાસેથી છ લાખની ખંડણી માંગી હતી. તોડીફતેપુર પોલીસ સ્ટેશનના નજરગંજ ગામમાં પિડીતાના પિતા બબલુ ધીમારે ફરિયાદ નોંધાવી હતી. પુત્રી નંદની બસ દ્વારા ઝાંસી ગઈ હતી અને ઘરે ફોન આવ્યો કે પુત્રીનું અપહરણ કરાયું છે. રૂા.6 લાખ ચૂકવવા પડશે. નહીં તો પુત્રીની હત્યા કરવામાં આવશે. જે મામલે પોલીસે વધુ તપાસ આદરતા વાસ્તવિકતા સામે આવી.
વિદ્યાર્થીનીએ ઓનલાઈન ગેમિંગમાં હારેલા 2.5 લાખ ચૂકવવા માટે આ કૌભાંડ રચ્યુ હતું. પોલીસે તેના મિત્રોની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ઘટના જોતા વિચાર આવે છે કે આજની આધુનિકતા સ્વતંત્રતા, વિશ્ર્વાસ, ટેકનોલોજી અને મિત્રતાનો કેટલો દુરૂઉપયોગ થઈ રહ્યો છે. આજનું યુવા ધન કઇ તરફ જઈ રહ્યું છે ? કે જે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચીને પિતા પાસેથી ખંડણી માંગે છે.