Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયહવે વૃક્ષોને પણ મળશે પેન્શન !

હવે વૃક્ષોને પણ મળશે પેન્શન !

પર્યાવરણના જતન માટે હરિયાણા સરકારે જાહેર કરી અનોખી યોજના

- Advertisement -

પર્યાવરણની જાળવણી થાય અને નાના ખેડૂતોની તેમજ જેમની પાસે જમીન નથી તેવા શ્રમજીવીઓને આવક પણ થાય તેવી એક યોજના હરિયાણા સરકારે લોન્ચ કરી છે. હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતા નામથી એક અનોખી પેન્શન સ્કીમ લોન્ચ કરી છે. જેમાં 75 વર્ષથી વધારે આયુ ધરાવતા વૃક્ષોને પેન્શન આપવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો આ વૃક્ષોની દેખરેખ કરનારાઓને વર્ષે 2500 રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ યોજનાથી નાના ખેડૂતો અને જેમની પાસે જમીન નથી તેવા મજૂરોને તો લાભ થશે પણ સાથે સાથે વૃક્ષો કાપવા પર પણ રોક લાગશે. હવાની ગુણવત્તા પણ વધશે. અંબાલા ખાતેના વન સંરક્ષણ વિભાગ પાસે આ યોજનાના ભાગરૂપે 75 વર્ષથી જૂના હોય તેવા 55 વૃક્ષોનુ લિસ્ટ પણ આવ્યુ છે. વન વિભાગનુ કહેવુ છે કે, જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં 75 વર્ષ કરતા વધારે જુનુ વૃક્ષ હોય અને તે તેના પર પેન્શન લેવા માંગતી હોય તો તે વન વિભાગની સ્થાનિક ઓફિસમાં જઈને અરજી કરી શકે છે. બીજી તરફ સરકારે પર્યાવરણ સુધાર કરવા માટે દરેક ગ્રામ પંચાયતને એક હજાર છોડ આપવાનુ પણ શરૂ કર્યુ છે. જે ઉગાડીને વૃક્ષ વધારવા પર પણ ભાર મુકાઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular