સરકારનો કોવિડ રસીકરણ કાર્યક્રમ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે વધુ વેક્સિન નહીં ખરીદવા અને રસીકરણ માટે વર્ષ 2022-23 માટે ફાળવાયેલા બજેટની 85 ટકા રકમ એટલે કે 4237 કરોડ રૂપિયા નાણા મંત્રાલયમાં જમા કરાવવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર અને રાજય સરકારો પાસે હજુ વેક્સિનના 1.8 કરોડ ડોઝનો જથ્થો છે જે ચાલુ નાણાકીય વર્ષના બાકી રહેલા સાડા પાંચ મહિના માટે પૂરતા છે. બીજી તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણ લોકોમાં કોરોના વેક્સિન લેવાનું પ્રમાણ ઘટી રહ્યું છે.