Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયહવે બદલાઈ જશે 100 રૂપિયાની નોટ, જાણો ખાસિયત

હવે બદલાઈ જશે 100 રૂપિયાની નોટ, જાણો ખાસિયત

100 રૂપિયાની નોટમાં અત્યાર સુધી ઘણા બદલાવ થયા છે. ત્યારે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે રૂ.100ની નવી નોટ લોન્ચ કરવા જઈ રહી છે. જે હાલની નોટ કરતા વધુ ચળકાટ ધરાવતી હશે. અને પાણીમાં નાખવાથી પણ ફાટી નહી જાય.

- Advertisement -

નવી 100 રૂપિયાની નોટ હવે ફાટશે નહીં . આરબીઆઈ 100 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. જે વધારે ચમકદાર હશે. 100 રૂપિયાની નોટમાં વાર્નિશ લાગશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર બહાર લાવવામાં આવશે. આ પ્રકારની નવી નોટ પાછળનું કારણ છે કે તે ટકાઉ છે. આવી નોટથી છેતરપિંડીની ઘટનાઓ ઓછી થશે. લોકો નકલી નોટ લઇને તેને વટાવી દેતા હતા પરંતુ આ નોટની નકલ નહી કરી શકે. એક બીજુ કારણ તે પણ છે કે અત્યારે આપણે જે નોટ યુઝ કરીએ છીએ તે જલ્દી ફાટી જવાની બિક રહે છે અને જો કપડા સાથે ધોવાઇ જાય તો ફાટી પણ જાય છે અંતે તમારુ 100 રૂપિયાનું નુકસાન થાય છે. માટે RBI આ પ્રકારની નવી નોટ બહાર પડવાની વિચારણા કરી રહી છે.

જાણો 100 રૂપિયાની નવી નોટની ખાસિયત

- Advertisement -

નોટનું કદ 100 રૂપિયાની નવી નોટની બરાબર હશે.

આ નોટ પણ ગાંધી સિરીઝની જ હશે.

- Advertisement -

તેની ડિઝાઇન પણ હાલની નવી નોટની બરાબર હશે.

વાર્નિશવાળી નવી નોટ હાલની નોટ કરતા બમણી ટકાઉ હશે.

 100 રૂપિયાની નવી નોટ 7વર્ષ સુધી ટકાઉ રહેશે

હાલના 100 રૂપિયાની 1000 ની નોટો છાપવા માટે તેની કિંમત 1570 રૂપિયા છે.

વાર્નિશ નોટ છાપવામાં 20 ટકા વધુ ખર્ચ થશે.

વાર્નિશને કારણે, પાણી અને રાસાયણિક તેના પર કોઈ અસર કરશે નહીં.

વાર્નિશ નોટ બગડવાનું જોખમ વર્તમાનની નોટ કરતા 170% ઓછું હશે.

વાર્નિશને લીધે, નવી નોટને વારંવાર વાળવું સરળ રહેશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular