કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગતા દર્દીઓ હવે દેશના કોઈપણ રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ દર્દીઓએ રજિસ્ટ્રેશન માટે રાજ્યના મૂળ નિવાસી હોવાની શરત હતી જેને હવે હટાવી દેવામાં આવી છે.
સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભામાં આ માહિતી આપી હતી. ભારતી પ્રવીણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઓર્ગના ટ્રાન્સપ્લાન્ટ માટે એક રાષ્ટ્ર, એક નીતિના ઉદ્દેશ્ય પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે હવે દેશના દર્દીઓ દેશના કોઈપણ ખૂણે જઈને તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે કોઈપણ વયની દર્દી મૃત્યુ પામી ચૂકેલી વ્યક્તિના અંગો લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.