ઠંડીએ ધીમે-ધીમે પોતાની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે અને ટૂંક સમયમાં તમારે ધાબળા-રજાઈ કાઢવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગની ભવિષ્યવાણીમાં પણ આ સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ શુક્રવારે કહ્યું કે નવેમ્બરમાં દેશના મોટા ભાગ, જેમાં ઉત્તર-પશ્ચિમ મધ્ય અને પશ્ચિમી ભારત સામેલ છે. આ દરમિયાન મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી ઓછું રહેવાની આશંકા છે. જો કે ઉત્તર પશ્ચિમના અમુક વિસ્તારને બાકાત કરતા, મોટા ભાગના મિનિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાની આશા છે.
એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે નવેમ્બરમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાનું અનુમાન છે, પણ પરૂમિ હિમાલયી વિસ્તાર, હિમાલયની તળેટી, ઉત્તર-પૂર્વી ભારતના મોટા ભાગના વિસ્તાર અને દક્ષિણી પ્રાયદ્વીપના અમુક ભાગમાં મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે, દેશના મોટા ભાગના વિસ્તારમાં મિનિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાની સંભાવના છે, સિવાય કે ઉત્તર પરૂમિ ભારતના અમુક વિસ્તારના, જ્યાં મિનિમમ ટેમ્પરેચર નોર્મલ અથવા નોર્મલથી ઓછું રહેવાની આશા છે. મહાપાત્રાએ કહ્યું કે, મધ્ય અને પૂર્વી ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં નબળા લા નીનાની સ્થિતિ બનેલી છે.
મહાપાત્રાએ કહ્યું કે લા નીનાની સ્થિતિ ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 સુધી બની રહેવાની સંભાવના છે અને જાન્યુઆરી-માર્ચ દરમિયાન ઊગજઘ-ન્યૂટ્રલમાં બદલાવની આશા છે. આઈએમડી પ્રમુખે કહ્યું કે દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના છે, સિવાય કે ઉત્તર-પરૂમિ ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપના અમુક વિસ્તારને બાદ કરતા, જ્યાં નવેમ્બરમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની આશા છે.
આ અગાઉ, આઈએમડીએ કહ્યું હતું કે ઓક્ટોબર ડિસેમ્બર દરમિયાન મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધારે વરસાદ થવાની આશા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું કે ઓક્ટોબરમાં ભારતમાં 112.1 વરસાદ થયો, જે સામાન્યથી 49 ટકા વધારે હતો અને 2001 બાદ બીજો સૌથી વધારે વરસાદ હતો. તેમણે આ વધારે વરસાદનું કારણ ચાર લો પ્રેશરવાળી સિસ્ટમ બનવાના કારણે થયું હોવાનું કહ્યું છે, જેમાંથી બે ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયા, સાથે જ ઉત્તર ભારતમાં ચાર પરૂમિ વિક્ષોભ પણ આવ્યા.


