Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહવે ઘરે બેઠા જ થઈ શકશે રોજગાર કચેરીમાં નામ નોધણી

હવે ઘરે બેઠા જ થઈ શકશે રોજગાર કચેરીમાં નામ નોધણી

- Advertisement -

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી જામનગર દ્વારા સમગ્ર જામનગર જિલ્લાના નાગરીકોને જણાવવામાં આવ્યુ છે કે, ગત તા.06/08/2021ના રોજ “રોજગાર દિવસ” નિમિતે મુખ્યમંત્રી દ્વારા રોજગાર વિભાગનું રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન માટે નવું વેબ પોર્ટલ “અનુબંધમ” ઉમેદવારો માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઇઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્છું ઉમેદવાર ઘરે બેઠા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વેબપોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઇલ અપલોડ કરવાની રહેશે. નોકરીની શોધ કરતા યુવાનો આ પોર્ટલમાં સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશે.જેથી જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકાના વધુમાં વધુ ભાઇઓ બહેનો https://anubandham.gujarat.gov.in/ નામની વેબસાઈટ/વેબપોર્ટલ માં જઇને રોજગારવાંચ્છું ઉમેદવાર તરીકે/ જોબસિકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવેલ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular