Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયહવે દેશના દરેક નાગરિકને આધાર જેવું યુનિક હેલ્થ કાર્ડ

હવે દેશના દરેક નાગરિકને આધાર જેવું યુનિક હેલ્થ કાર્ડ

આ કાર્ડમાં વ્યકિતનો સંપૂર્ણ મેડિકલ રેકોર્ડ રહેશે : ડોક્ટર, હેલ્થકેર વર્કર, લેબ, કેમિસ્ટની વિગતો પણ નોંધાયેલી હશે

- Advertisement -

કેન્દ્ર સરકારે યુનિક હેલ્થ આઇડી કાર્ડ બનાવવાની તૈયારી પૂરી કરી લીધી છે. આ કાર્ડમાં આરોગ્ય સંબંધી બધી જ માહિતી નોંધાયેલી હશે. તમે બીજા રાજ્ય કે શહેરમાં જાઓ તોપણ તમારા મેડિકલ રિપોર્ટ્સ સાથે લઈ જવાની જરૂર નહીં પડે, કેમ કે તમારી પૂરી મેડિકલ હિસ્ટ્રી હેલ્થ કાર્ડમાં નોંધાયેલી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને જ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કરી શકે છે.

એમાં ડોક્ટર્સ, હોસ્પિટલ, લેબ અને કેમિસ્ટ સુધીની વિગતો નોંધાયેલી હશે. એનો પાઇલટ પ્રોજેક્ટ ગત વર્ષે આંદામાન-નિકોબાર, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ, લદાખ અને લક્ષદ્વીપમાં શરૂ થયો હતો. આ રાજ્યોમાં યુનિક કાર્ડ બનવાનું શરૂ થઇ ચૂક્યું છે. હવે આ યોજના દેશભરમાં લોન્ચ કરાશે.

તમે OTP શેર કરશો એ પછી જ ડોક્ટર તમારા કાર્ડની તમામ વિગતો જોઈ શકશે-આર. એસ. શર્મા, મુખ્ય કાર્યકારી અધિકારી, નેશનલ હેલ્થ ઓથોરિટી

યોજના જાહેર થતાં જ ગૂગલ પ્લેસ્ટોર પર એનડીએચએમ હેલ્થ રેકોર્ડ (પીએચઆર ઍપ) ઉપલબ્ધ થશે. એના દ્વારા રજિસ્ટ્રેશન થશે. યુનિક આઇડી 14 ડિજિટનો હશે. રજિસ્ટર્ડ સરકારી-ખાનગી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, વેલનેસ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર વગેરે સ્થળે કાર્ડ બનશે. ત્યાં નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર જેવી સામાન્ય વિગતો પુછાશે.

કાર્ડમાં તમારા આરોગ્ય અંગેની તમામ માહિતી ડિજિટલ ફોર્મેટમાં નોંધાતી રહેશે. આખી મેડિકલ હિસ્ટ્રી અપડેટ હશે. તમે કોઇ હોસ્પિટલમાં સારવાર માટે જશો તો તમને જૂના તમામ રેકોર્ડ ત્યાં જ ડિજિટલ ફોર્મેટમાં મળી જશે. તમે કોઇ બીજા શહેરની હોસ્પિટલમાં જશો તો ત્યાં પણ યુનિક કાર્ડ દ્વારા ડેટા જોઇ શકાશે, જેથી ડોક્ટર્સને સારવારમાં સરળતા રહેશે, સાથે જ નવા રિપોર્ટ્સ કે પ્રાથમિક તપાસ વગેરેમાં ખર્ચાતો સમય-નાણાં બચી જશે.
કાર્ડ બન્યા બાદ પાછલા તમામ રિપોર્ટ્સ તમારે જાતે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે, પણ ભવિષ્યના તમામ રિપોર્ટ્સ ઓટોમેટિકલી અપલોડ થતા રહેશે. દા.ત. કોઇ ડિસ્પેન્સરી કે હોસ્પિટલમાં તમારી તપાસ વગેરે થશે તો તેના રિપોર્ટ્સ તમારા યુનિક આઇડી કાર્ડમાં નોંધાયેલા 14 ડિજિટના યુનિક નંબર દ્વારા કાર્ડ સાથે લિન્ક થઇ જશે. હોસ્પિટલમાં NDHM કર્મી તમારી મદદ માટે હાજર હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular