નેસ્લેએ મેગીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ મેગીની કિંમતમાં 9 ટકાનો વધારો કર્યો છે. મેગી મસાલા નૂડલ્સનું 70 ગ્રામનું પેક 12 રૂપિયાને બદલે 14 રૂપિયામાં મળશે. મેગી મસાલાના 140 ગ્રામ પેકેટની કિંમત 22 રૂપિયાથી વધારીને 24 રૂપિયા કરવામાં આવી છે.
મેગીના 560 ગ્રામના પેકની કિંમતમાં 9.4 ટકાનો વધારો થયો છે, એટલે કે હવે તમારે આ પેક માટે 96 રૂપિયાની જગ્યાએ 105 રૂપિયા ચૂકવવા પડશે. મેગી મસાલાના 280 ગ્રામ પેકેટની કિંમત 44 રૂપિયાથી વધારીને 48 રૂપિયા કરવામાં આવી છે. તે જ સમયે, નેસ્લેએ મેગી વેજ આટા નૂડલના 320 ગ્રામ પેકેટની કિંમત 75 રૂપિયાથી વધારીને 82 રૂપિયા કરી દીધી છે. નેસ્લેએ મેગી ચિકન નૂડલના 300 ગ્રામ પેકેટની કિંમત 55 રૂપિયાથી વધારીને 60 રૂપિયા કરી દીધી છે.
નેસ્લે ઇન્ડિયાએ મેગી પણ દૂધ અને કોફી પાવડરની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીના A+milk 1 લીટર કાર્ટનની કિંમત અગાઉ રૂ. 75 થી 4 ટકા વધીને રૂ. 78 થઈ ગઈ છે. નેસકેફે ક્લાસિક કોફી પાઉડરની કિંમતમાં પણ વધારો કર્યો છે. નેસકેફે ક્લાસિક 25 ગ્રામ પેકની કિંમત 80 રૂપિયા કરવામાં આવી છે, જે અગાઉ 78 રૂપિયા હતી.