Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહવે ઈન્ટરનેટ વગર પણ ફીચર ફોનથી થઈ શકશે ડીજીટલ પેમેન્ટ

હવે ઈન્ટરનેટ વગર પણ ફીચર ફોનથી થઈ શકશે ડીજીટલ પેમેન્ટ

આરબીઆઈ ગર્વનરે ફીચર ફોન માટે લોંચ કર્યુ યુપીઆઈ : ડીજીટલ પેમેન્ટ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી

- Advertisement -

રીઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે આજે ફીચર ફોન માટે યુપીઆઈ લોંચ કર્યુ છે. આ પ્લેટફોર્મથી હવે ઈન્ટરનેટ કનેકશન વગર પણ ગ્રાહકો યુપીઆઇ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. સાથે-સાથે ડીજીટલ પેમેન્ટ માટે 24*7 હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

આરબીઆઇએ ફીચર ફોનમાં યુપીઆઈ દાખલ કરવાની યોજનાને ગત ડિસેમ્બરે જાહેરાત કરી હતી. જેના અનુસંધાને આજે મહિલા દિવસ નિમિત્તે આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે ફીચર ફોન માટે UPI123Pay નામનું યુપીઆઇ લોંચ કર્યુ છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ફીચર ફોન પર યુપીઆઈથી ગ્રામિણ વિસ્તારમાં એવા લોકોને મદદ મળશે કે જેઓ સ્માર્ટફોન ખરીદી શકતા નથી. તેમણે કહ્યું કે, UPI123Pay ગ્રાહકોને સ્કેન અને પે સિવાય લગભગ તમામ વ્યવહારો ફીચર ફોન પર શકય બનાવશે. આ માટે ઈન્ટરનેટ કનેકશનની જરૂરિયાત રહેશે નહીં. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ તેમના બેંક એકાઉન્ટને ફીચર ફોન સાથે લીંક કરવું પડશે. આ ઉપરાંત આરબીઆઈ ગવર્નરએ જો ડીજીટલ પેમેન્ટમાં કોઇ મુશ્કેલી પડે તો તે માટે 24*7 DigiSathi હેલ્પલાઇન પણ શરૂ કરી છે. જેના પર સમસ્યાનો સમાધાન મેળવી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular