ડેગ્યુ પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ તેની દવા તૈયાર કરી લીધી છે. કેન્દ્રીય ઔષધિ અનુસંધાન સંસ્થા લખનઉના વિજ્ઞાનિકોને આ સફળતા હાથ લાગી છે. હવે દવાનું મેડિકલ કોલેજોમાં ટ્રાયલ કરવામાં આવશે. તેમાં આગરાની એસએન મેડિકલ કોલેજને પણ જોડવામાં આવશે.
ડેન્ગ્યુનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. લક્ષણોના આધારે તેની સારવાર કરવામાં આવે છે. હવે વૌજ્ઞાનિકોને ડેન્ગ્યુની દવા બનાવવામાં સફળ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દર્દીઓ પર દવાની કિલનિકલ ટ્રાયલ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. દેશના 20 કેન્દ્રોમાં 10 હજાર ડેન્ગ્યુના દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવનાર છે. તેમાં જીએસવીએમ, કિંગ જયોર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ), લખનઉ તેમજ એસએન મેડિકલ કોલેજ, આગ્રાનો સમાવેશ થશે. દરેક કેન્દ્ર 100 દર્દીઓ પર દવાનું પરીક્ષણ કરશે.
જો સૂત્રોનું માનીએ તો, મુંબઈમાં એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની દવા તૈયાર કરવામાં વ્યસ્ત હતી. આ દવા છોડ પર આધારિત છે. તેને ’કયુકયુલસ હિર્સુટસનું શુદ્ધ જલીય અર્ક’કહેવામાં આવે છે. દવાની વૃત્તહ્નિ વિરોધી વાયરલ છે. દવાના લેબ પરીક્ષણ અને ઉદરો પરના પ્રયોગોના પરિણામો સફળ રહ્યા છે. કંપનીએ ડ્રગ કંટ્રેાલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી માનવ ટ્રાયલ માટે પરવાનગી પણ મેળવી છે.
દેશની 20 મેડિકલ કોલેજોમાં ટ્રાયલ તૈયારીઓ ચાલી રહી છે. તેમાં કાનપુર, લખનૌ, આગ્રા, મુંબઈ, થાણે, પુણે, ઔરંગાબાદ, અમદાવાદ, કોલકાતા, બેંગલુરુ, મેંગ્લોર, બેલગામ, ચેન્નઈ, ચંદીગઢ, જયપુર, વિશાખાપટ્ટનમ, કટક, ખુર્દા, જયપુર અને નથવાડાનો સમાવેશ થાય છે. એસએનએમસીના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર સરકારી કક્ષાએથી પણ આવી કોઈ માહિતી મળી નથી. ટ્રાયલ માટે કરાર કંપની અને મેડિકલ કોલેજ વચ્ચે કરવામાં આવે છે. તેના માટે સરકારની પરવાનગી લેવી પણ જરૂરી છે.