Sunday, December 29, 2024
Homeરાષ્ટ્રીયભાજપના ‘શત્રુ’ઘ્ન બનશે હવે ટીએમસીના સાંસદ

ભાજપના ‘શત્રુ’ઘ્ન બનશે હવે ટીએમસીના સાંસદ

બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારથી આગળ

- Advertisement -

દેશમાં લોકસભાની એક તથા ધારાસભાની ચાર બેઠકો પરની તા.12ના મતદાન સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને ફટકો પડે તેવી સંભાવના છે. લોકસભાની એક અને ધારાસભાની તમામ ચાર બેઠકો પર વિપક્ષો આગળ છે જેમાં સૌથી મહત્વનું પશ્ર્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર એક સમયના ભાજપના નેતા અને હવે તૃણમુલમાં સામેલ અભિનેતા ટર્ન રાજનેતા શત્રુઘ્નસિંહા તેમના ભાજપના પ્રતિસ્પર્ધી મહિલા અગ્નિમીત્રા પૌલથી આગળ ચાલી રહ્યા છે અને શોટ-ગત-સિંહા ફરી એક વખત લોકસભામાં પ્રવેશ કરે તેવી શકયતા મજબૂત બની છે.

- Advertisement -

તો આ રાજયની બાલીગંજ ધારાસભા બેઠક જે પુર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો લડી રહ્યા છે. તેઓ ભાજપના ઉમેદવાર કેયા ઘોષથી આગળ છે અને મમતાનો પ.બંગાળમાં દબદબો કાયમ રહે તેવા સંકેત છે. બિહારમાં પણ ભાજપને બેંચહા ધારાસભા બેઠક પર વિપક્ષ આરજેડીના ઉમેદવાર 7000 થી વધુ મતે આગળ છે અને તેમાં ભાજપના બેબી કુમારીને મેદાનમાં ઉતાર્યા છે અને અહી ત્રિપાંખીયા જંગમાં આરજેડી આગળ છે. છતીસગઢમાં બેરાગઢમાં અને મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ છે અને બન્ને બેઠકો પર ભાજપ પાછળ છે.નવી દિલ્હી: દેશમાં લોકસભાની એક તથા ધારાસભાની ચાર બેઠકો પરની તા.12ના મતદાન સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને ફટકો પડે તેવી સંભાવના છે. લોકસભાની એક અને ધારાસભાની તમામ ચાર બેઠકો પર વિપક્ષો આગળ છે. જેમાં સૌથી મહત્વનું પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર એક સમયના ભાજપના નેતા અને હવે તૃણમુલમાં સામેલ અભિનેતા ટર્ન રાજનેતા શત્રુઘ્નસિંહા તેમના ભાજપના પ્રતિસ્પર્ધી મહિલા અગ્નિમીત્રા પૌલથી આગળ ચાલી રહ્યા છે અને શોટ-ગત-સિંહા ફરી એક વખત લોકસભામાં પ્રવેશ કરે તેવી શકયતા મજબૂત બની છે તો આ રાજયની બાલીગંજ ધારાસભા બેઠક જે પુર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો લડી રહ્યા છે. તેઓ ભાજપના ઉમેદવાર કેયા ઘોષથી આગળ છે અને મમતાનો પ.બંગાળમાં દબદબો કાયમ રહે તેવા સંકેત છે. બિહારમાં પણ ભાજપને બેંચહા ધારાસભા બેઠક પર વિપક્ષ આરજેડીના ઉમેદવાર 7000 થી વધુ મતે આગળ છે અને તેમાં ભાજપના બેબી કુમારીને મેદાનમાં ઉતાર્યા છે અને અહી ત્રિપાંખીયા જંગમાં આરજેડી આગળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular