Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતહવે “બચપન કા પ્યાર” નામની મીઠાઈ પણ માર્કેટમાં આવી, જાણો 1કિલોનો ભાવ

હવે “બચપન કા પ્યાર” નામની મીઠાઈ પણ માર્કેટમાં આવી, જાણો 1કિલોનો ભાવ

- Advertisement -

તમે જાણતા જ હશો કે આજકાલ છત્તીસગઢના નાનકડા સહદેવે ગાયેલુ ‘બચપન કા પ્યાર’ ગીત કઇ રીતે છવાયેલું છે. સિંગર બાદશાહે પણ સહદેવ સાથે ગાયેલુ આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. પરંતુ હવે સુરતમાં એક જગ્યાએ બચપન કા પ્યાર મીઠાઈનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને ગ્રાહકોને તેનો સ્વાદ અલગ લાગી રહ્યો છે. નામ સાંભળીને લોકો આ મીઠાઈ તરફ આકર્ષિત થઇ રહ્યા છે.

- Advertisement -

સુરતમાં મીઠાઈની દુકાન ચલાવતા રાધા મિઠાઇવાલાએ આ અંગે જણાવ્યું હતું કે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભાઇ-બહેનની બાળપણની યાદોને તાજા કરવાના હેતુથી આ મિઠાઇનુ નામ ‘બચપન કા પ્યાર’ રાખ્યું છે.  મીઠાઈની 1કિલોની કિંમત 580 રૂપિયા છે. દુકાનદારનું કહેવું છે કે આ મિઠાઇમાં બબલગમ ફેલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘણા સમય પહેલાં બાળકોની મનપસંદ ચોકલેટ હતી. બબલગમ ફ્લેવરની મિઠાઇ ખાધા પછી ભાઇ બહેનને બાળપણની યાદ અપાવશે. એટલા માટે તેનું નામ ‘બચપન કા પ્યાર’ રાખવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular