જ્યારથી ઈલોન મસ્કે ટિવટર ખરીદ્યુ છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. યૂઝર્સે હવે તેમના ટિવટર એકાઉન્ટ માટે બ્લૂ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડે છે. આ સાથે ટિવટર બ્લૂ સબસ્ક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ દરમિયાન કંપનીએ તેમના માટે વધુ એક જાહેરાત કરી છે.મસ્કએ જાહેરાત કરી છે કે હવે ટિવટર બ્લૂ સબ્સ્ક્રાઇબર્સ બે કલાકનો 8 જીબી સુધીનો વીડિયો અપલોડ કરી શકશે. તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઈલોન મસ્કે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું કે ટિવટર બ્લૂ વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ હવે બે કલાક (8 જીબી)નો વીડિયો અપલોડ કરી શકશે એટલે કે, આ સેવા મેળવવા માટે યૂઝર્સે ટિવટર બ્લૂ સેવાનો લાભ લેવો પડશે અને ત્યારબાદ જ તે બે કલાકનો વીડિયો શેર કરી શકશે.