Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારરાણાવાવનો નામચીન બુટલેગર પાસા તળે જેલ હવાલે

રાણાવાવનો નામચીન બુટલેગર પાસા તળે જેલ હવાલે

એલસીબી દ્વારા તૈયાર કરાયેલ પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરી : બુટલેગરને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બરડા ડુંગર વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી અને અહીં છુપાવી રાખ્યા બાદ ભાણવડ પંથકમાં આ દારૂ સપ્લાય કરવા અંગે થોડા સમય પૂર્વે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બોરડી ગામે રહેતા ઠેબા ઉર્ફે કાનો મેરામણ મોરી નામના 30 વર્ષના શખ્સ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

- Advertisement -

આ શખ્સ દ્વારા વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો મંગાવી અને જિલ્લામાં સપ્લાય કરી, વિદેશી દારૂનું ગેરકાયદેસર રીતે નેટવર્ક ચલાવવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી આ અંગે આ શખ્સના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્ર કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્મા સમક્ષ મૂકી અને હાલ તહેવારના દિવસો હોય, તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા આરોપી ઠેબા ઉર્ફે કાનો મોરીને સામે પાસાનું વોરંટ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીના પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા આ શખ્સને રાઉન્ડ અપ કરી અને પાસા એક્ટ હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી, વિપુલભાઈ ડાંગર, જયદેવસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, પરેશભાઈ સાંજવા, ગોવિંદ કરમુર તથા સચિન નકુમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular