રાજકોટ-જામનગર હાઈવે પર જમીન સંપાદન થતા એક અરજદાર કોર્ટમાં ગયા હતા જેમાં અરજદારના પક્ષમાં ચુકાદો આવ્યો હતો. જોકે ત્યારબાદ એક વર્ષ સુધી અરજદારને રકમ અપાઈ ન હતી તેને બદલે 394 દિવસ બાદ રાજકોટના અધિક્ષક ઈજનેરે અપીલમાં માર્ગ અને મકાન વિભાગને સૂચન કર્યુ હતું. અરજદાર હાઈકોર્ટમાં ગયા અને માર્ગ અને મકાન વિભાગે વિલંબ થવા બદલ કાર્યવાહી કરશે તેવું કહેતા કોર્ટે એક જવાબદાર તમામ સામે થયેલી કાર્યવાહીનો રિપોર્ટ આપવા અને વળતરની રકમ ચૂકવવા વિભાગે જણાવ્યું હતું. તેથી વર્ગ-1ના અધિક્ષક ઇજનેર સહિત 17 કર્મચારીને માર્ગ અને મકાન વિભાગે 1 સપ્ટેમ્બરે નોટિસ ફટકારી માત્ર એક જ દિવસમાં જવાબ આપવા કહ્યું હતું.
આ અંગે હવે સોમવારે સુનાવણી છે. 2018માં ફરજ નિભાવતા વાય. એમ. ચાવડાએ કહ્યું હતું કે, તેમની પાસે આ કેસ આવ્યો ન હતો નોટિસ મળતા પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમની બાદ જે અધિકારીઓને ચાર્જ અપાયો હતો તે સોલંકી તેમજ પાવાગઢીએ પણ 16 દિવસ જ ચાર્જ હોવાનું કહીને નોટિસનો જવાબ આપ્યો છે.
આ અધિકારીઓને પણ નોટીસ આપવામાં આવી છે :
આર. ડી. સોલંકી (તત્કાલીન અ.ઈ. વર્તુળ-1), એન. બી. પાવાગઢી (તત્કાલીન અ.ઈ. વર્તુળ- 1), એમ. પી. ત્રિવેદી (તત્કાલીન અ.ઈ. વર્તુળ- 1), વાય. એમ. ચાવડા (તત્કાલીન અ.ઈ. વર્તુળ-1), જે. પી. સોનાગરા (જુ.ક્લાર્ક, વર્તુળ-1), એસ.ટી. તાલપરા (સિ.ક્લાર્ક, વર્તુળ-1), વી. એન. નિનામા (ઈન્ચાર્જ કચેરી અધિક્ષક રાજકોટ), બી. પી. મારડિયા (ઈન્ચાર્જ સિનિયર ક્લાર્ક, જામનગર), એસ. વી. બાવીસી (મ.ઈજનેર, જામનગર), કે. બી. છૈયા (તત્કાલીન મ.ઈજનેર, જામનગર), એમ. બી. રાઠોડ (તત્કાલીન ના.કા.ઈ., જામનગર), જે. બી. ચાવડા (સી. બી. ક્લાર્ક નિવૃત્ત, જામનગર), કે. એ. ગોજિયા (સી. બી. ક્લાર્ક નિવૃત્ત, જામનગર), વી. એલ. મીણા (તત્કાલીન વરિષ્ઠ હિસાબી અધિકારી, જામનગર), એસ. આર. કટારમલ(તત્કાલીન ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર,જામનગર), એ. જે. ચૌહાણ (તત્કાલીન કાર્યપાલક ઈજનેર જામનગર), જે. આર. ઓઝા (નિવૃત્ત કાર્યપાલક ઈજનેર, જામનગર)