આજે એટલે કે 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થયા છે. આજથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. એ ઉપરાંત અલાહાબાદ, OBC અને યુનાઈડેટ બેંકની જૂની ચેકબુક હવે કામ નહીં આવે. 1 ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. ઓટો ડેબિટનો અર્થ છે કે તમારા મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં, LIC અથવા અન્ય કોઈ ખર્ચને ઓટો ડેબિટ મોડમાં નાખો છો તો એક નિશ્ર્ચિત તારીખે પૈસા બેંક અકાઉન્ટમાંથી આપોઆપ કટ થઈ જશે.
1 ઓક્ટોબરથી અલાહાબાદ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંકની જૂની ચેકબુક નકામી થઈ જશે. OBC અને યુનાઈડેટ બેંકનું પંજાબ નેશનલ બેંકની સાથે મર્જર કરવામાં આવ્યું છે તેમજ અલાહાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં મર્જર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ બેંકના ગ્રાહકોને નવી ચેકબુક લેવી પડશે.
માર્કેટ રેગ્યુલેટર સેબી એ નવા ટ્રેટિંગ અને ડિમેટ અકાઉન્ટ ખોલવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. એ અનુસાર હવે ટ્રેડિંગ અને ડિમેટ અકાઉન્ટનું KYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હવેથી જો KYC નહીં હોય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.
એનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો એ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC પ્રોસેસ પૂર્ણ થયા બાદ અને વેરિફાઇ થયા બાદ જ એ થઈ શકશે. સરકારની તરફથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 1 ઓક્ટોબર 2021થી લાગુ થઈ રહી છે. એની મદદથી લોકો ઘેરબેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવી શકશે. Jeevanpramaan.gov.in/app જઈને તમે આ કામ કરી શકો છો.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત તમામ દુકાનદારોને રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. 1 ઓક્ટોબરથી ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત દુકાનદારોને વસ્તુનાં બિલ પર FSSAIનો રજિસ્ટ્રેશન નંબર લખવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. એ સાથે જ દુકાનથી લઈને રેસ્ટોરાંએ ડિસ્પ્લેમાં બતાવવું પડશે કે તેઓ કયા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરી રહ્યા છે.
નોંધી લો, આજથી રૂટિન કામમાં થઇ રહ્યાં છે આટલા ફેરફાર
ઓટો ડેબિટ, ડિમેટ એકાઉન્ટના નિયમો, ડિઝિટલ લાઇફ ઇન્સ્યુરન્સ સર્ટિફીકેટની પ્રક્રિયા બદલાઇ જશે


