Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસુરત-અમદાવાદ-વડોદરા-રાજકોટમાં આ વર્ષે પણ નવરાત્રિ નહીં

સુરત-અમદાવાદ-વડોદરા-રાજકોટમાં આ વર્ષે પણ નવરાત્રિ નહીં

ગરબાઓના આયોજકો કહે છે, સરકાર છૂટ આપે તો પણ ગરબા નહીં, નેતાઓ જેવી ભૂલ કરવી નથી

- Advertisement -

સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓએ ગરબા વિનાના નવ દિવસ પસાર કરવા પડશે. ત્રીજી લહેરની આશંકાને પગલે 2020ની જેમ 2021ની નવરાત્રિનું આયોજન ગુજરાત માટે વસમું નીવડે તેમ લાગી રહ્યું છે.

રાજ્યના મોટા ગરબાના આયોજકોએ આ વાત કરી છે. જેમાં મોટા ભાગના આયોજકો એક જ સૂર રેલાવી રહ્યાં છે કે સરકાર ત્રીજા વેવની તૈયારી કરી રહી છે. જોખમ ન લેવાના અભિગમ સાથે સરકારે હજુ સ્કૂલો સંપૂર્ણપણે શરૂ કરી નથી. જો ત્રીજી લહેર સંભવિત રીતે સપ્ટેમ્બર સુધીમાં આવવાની હોય તો ઓક્ટોબરમાં શરૂ થતી નવરાત્રિ ઊજવાય તે શક્ય નથી. માટે આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોને આધારે પણ ટાળવું પડશે.
યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું- ત્રીજા વેવની બીક છે. પરમિશન મળે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે. ગરબાનું આયોજન નિયત સંખ્યામાં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેમ લાગતું નથી. આ વર્ષે આયોજન શક્ય લાગતું નથી.

વડોદરાના મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું- ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.

આયોજકોનો મત એવો છે કે, પરમિશન મળે તો પણ લોકોના આરોગ્ય સાાથે ચેડાં થાય એવું જોખમ ન લઇ શકાય, માસ્ક વગર ગરબા શકય નથી, સંક્રમણનો ભય રહેલો છે, ઓછાં ખેલૈયા સાથે ગરબા પોસાય નહી, વધુ ખેલૈયાઓની સ્થિતિમાં થનગનાટને કારણે ખેલૈયાઓ ભાન ભૂલે તે સમજી શકાય તેવી વાત છે, ગરબા કરીએ અને અધવચ્ચે પોલીસ આવીને ગરબા બંધ કરાવે તે પસંદ નથી, નવરાત્રીમાં કોઇ પ્રોટોકોલનો અમલ શકય નથી, નેતાઓ જેવી ભુલ ન કરી શકાય અને નવરાત્રીના આયોજન દરમ્યાન લોકડાઉન લાદવું પડે તો શું થાય ? અને એક આયોજકે એમ પણ કહ્યું કે, સપ્ટેમ્બર પછી કોરોનાના ત્રીજા વેવની શકયતા છે તેથી આ વર્ષે નવરાત્રી નથી એમ જ સમજો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular