અમદાવાદના મોટેરા સ્ટેડીયમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ સ્ટેડીયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડીયમ છે. જેનું અગાઉ નામ સરદાર પટેલ સ્ટેડીયમ હતું. પરંતુ આજથી આ સ્ટેડીયમનું નામ “નરેન્દ્ર મોદી સ્ટેડીયમ” રાખવામાં આવ્યું છે. જેના લીધે અનેક વિરોધ પણ ઉભા થયા છે. પરંતુ આ પહેલી વખત નથી કે કોઈ નેતાના નામે સ્ટેડીયમનું નામ રાખવામાં આવ્યું હોય. અટલ બિહારી વાજપાયી, જવાહરલાલ નહેરૂ, રાજીવ ગાંધી સહીત નેતાઓના નામે સ્ટેડીયમ છે.
અમદાવાદના મોટેરા સ્ટેડીયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રાખવામાં આવ્યું છે. દેશના રાજનેતાઓના નામે ક્રિકેટ સ્ટેડીયમ બનાવવામાં આવ્યા છે. પરંતુ દેશમાં એક પણ ઇન્ટરનેશનલ સ્ટેડીયમ ક્રિકેટરના નામ પરથી નથી. પરંતુ નેતા, રમત સંચાલકો અને બ્રિટીશના અધિકારીઓના ના પરથી જરૂર છે.
પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામે દેશમાં 9 ક્રિકેટ સ્ટેડીયમ આવેલા છે. જે ગાઝીયાબાદ,ઇન્દોર, ગુવાહાટી,પુણે, મરાગો, નવી દિલ્હી, ચેન્નાઈ, કોચીન. આ સિવાય પૂર્વ પ્રધાનમંત્રી રાજીવગાંધીના નામ પર હૈદરાબાદમાં સ્ટેડીયમ આવેલ છે, અટલ બિહારી વાજપાયીના નામ પરથી પણ બે સ્ટેડીયમ છે જે એક હિમાચલ પ્રદેશમાં છે અને એક લખનૌમાં છે.સરદાર વલ્લભભાઈના નામે એક સ્ટેડીયમ વલસાડમાં આવેલું છે. અને અમદાવાદના મોટેરાના સ્ટેડીયમનું નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવ્યું હતું. જેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરી નાખવામાં આવ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નામે પણ દેશમાં ત્રણ જગ્યાએ એરીના આવેલા છે જે નવી દિલ્હી, વિજયવાડા અને ગુવાહાટીમાં આવેલ છે.
મુંબઇનું બ્રેબોર્ન સ્ટેડિયમ બોમ્બેના ગવર્નર જનરલ લૉર્ડ બેબ્રોનના નામ પર છે. હોકીના બે દિગ્ગજ ખેલાડીઓના નામે ક્રિકેટ સ્ટેડિયમ છે. એક છે લખનઉનું કેડી સિંહ બાબૂ સ્ટેડિયમ અને બીજું ગ્વાલિયરમાં કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ. પરંતુ ક્રિકેટરોના નામે એક પણ સ્ટેડીયમ નથી.