Sunday, December 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆ વર્ષે એક પણ ભારતીય હજ માટે જઈ શકશે નહી, અરબે બહારના...

આ વર્ષે એક પણ ભારતીય હજ માટે જઈ શકશે નહી, અરબે બહારના લોકોને પરવાનગી ન આપી

ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહામારીના કારણે સાઉદી સરકારે બીજા દેશના શ્રદ્ધાળુઓને હજ માટે આવવાની મંજૂરી આપી નથી. જેના લીધે ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે આવેદન રદ્દ કરી દીધુ છે.

- Advertisement -

સાઉદી અરેબિયાએ કહ્યું છે કે કોરોના વાયરસને કારણે, આ વર્ષની હજ યાત્રામાં  60,000 લોકો સુધી મર્યાદિત રહેશે અને તે બધા જ સ્થાનિક હશે. ગયા વર્ષે સાઉદી અરેબિયામાં પહેલાથી જ રહેતા લગભગ એક હજાર લોકોની હજ માટે પસંદગી કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં દર વર્ષે લગભગ 20 લાખ મુસ્લિમો હજ યાત્રા કરે છે. આ વર્ષે હજ જુલાઈના મધ્યમાં શરૂ થશે. ગયા વર્ષે હજ યાત્રા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી. પરતું બહારના દેશના લોકો આ વર્ષે પણ હજમાં નહી જઈ શકે. ફક્ત સાઉદી અરેબિયાના નાગરિકો અને ત્યાં રહેતા અન્ય દેશોના લોકો નિયમ મુજબ હજ કરી શકશે. 

મક્કામાં હજ માટે દર વર્ષે 20 લાખથી વધારે લોકો પહોંચે છે. જેમાંથી કેટલાક લોકો વિદેશથી આવે છે. કોરોના વાયરસ પહેલા 2019માં ભારતમાંથી 2 લાખ લોકો હજ માટે ગયા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારીને જોતા સાઉદી અરબે યાત્રીઓની સંખ્યાને સીમિત કરી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular