રાજ્યમાં છેલ્લા ઘણા સમય થયા ખાનગી શાળા તેમજ અગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષય ન ભણાવવાનો મામલો ચાલી રહ્યો છે. આ વચ્ચે હાઈકોર્ટમાં આ અંગે એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. રાજ્યમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવવાની ફરિયાદ હોવાથી અરજદારે આ મામલે રજૂઆત કરી હતી. આ મામલે હાઈકોર્ટે શાળામાં ગુજરાતી ન ભણાવવા પર શું પગલા લેવાશે તેવો સવાલ કર્યો હતો. રાજ્યમાં ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યુ કરી છે તેવો જવાબ સરકારે આપ્યો છે. આ ઉપરાંત સરકારે વધારામાં કહ્યુ હતું કે ગુજરાતી ભાષા ન ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યની કુલ 23 શાળાઓમાં ગુજરાતી વિષય ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી આગામી 3 ફેબ્રુઆરી રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય કરે.