ફિઝિક્સ માટેના નોબેલ પુરસ્કાર 2021ની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સિસને જટિલ ભૌતિક પ્રણાલીઓની સમજણમાં અભૂતપૂર્વ યોગદાન બદલે સંયુક્ત રીતે ત્રણ લોકોને નોબેલ પ્રાઈઝ માટે પસંદ કર્યા છે. જાપાન, જર્મની અને ઈટાલીના ત્રણ વિજ્ઞાનીઓને ફિઝિક્સનું નોબેલ એનાયત કરાયું છે.
સ્યૂકુરો માનેબે (90), ક્લાઉસ હૈસલમેન (89) અને જિયોર્જિયો પેરિસી (73)ને સંયુક્ત રીતે ફિઝિક્સનો 2021નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સ્યૂકુરો અને ક્લાઉસને પૃથ્વીના વાતાવરણનું ફિઝિકલ મોડલ તૈયાર કર્યું જેથી મદદથી વાતાવરણમાં થતા બદલાવ પર ચાંપતી નજર રાખવામાં મદદ મળે છે અને ગ્લોબલ વોર્મિંગનું અનુમાન લગાવી શકાય છે. પેરિસીએ પોતાની શોધમાં અણુઓથી લઈને ગ્રહો સુધી ફિઝિકલ સિસ્ટમમાં થતા ઝડપી બદલાવ તેમજ વિકારો વચ્ચેની ગતિવિધિને દર્શાવી છે.
ગત વર્ષે ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર અમેરિકન વૈજ્ઞાનિક આંડ્રેયા ઘેજ, બ્રેટનના રોજર પેનરોજ અને જર્મનીના રિનાઈ ગેનલેઝને મળ્યો હતો. આ ત્રણેયને બ્લેક હોલ્સ પર રિસર્ચ માટે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિને એક ગોલ્ડ મેડલ અને એક કરો સ્વીડિશ ક્રોનર (લગભગ રૂ. 8.5 કરોડ)ની રકમ આપવામાં આવે છે.