કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેણાંક મકાનમાંથી 6 દિવસ પૂર્વે થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં હજુસુધી પોલીસને કોઇ સફળતા મળી નથી. જો કે, પોલીસે સીસીટીવી ફૂટેજો અને ગુનાશોધક શ્વાનની મદદ પણ લીધી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં હરસિદ્ધીનગર વિસ્તારમાં રહેતાં જમનાબેન મુળજીભાઈ કણઝારિયા નામના મહિલાના મકાનમાંથી ગત તા.15 ના રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનમાંથી રૂા.32000 ની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ અને એક ટીવી સહિત કુલ રૂા.62000 નો મુદ્દામાલ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ તસ્કરોનું પગેરુ મેળવવા ભાટિયા પોલીસે સીસીટીવી ફૂટેજો નિહાળ્યા હતાં અને ગુનાશોધક શ્વાનની મદદ પણ લેવામાં આવી હતી તેમ છતાં ચોરીના બનાવને છ-છ દિવસ થઈ ગયા તસ્કરોનું પગેરુ મેળવવામાં પોલીસને સફળતા મળી નથી.