વાસદ- બગોદરા હાઈવે પર ટુ અને ફોર વ્હિલર પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહી લેવાય વાસદ- તારાપુર- બગોદરા હાઈવે ઉપર ટુ અને ફોર વ્હિલર પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહી. આ હાઈવેના રૂબરૂ નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા લાખો વાહન ચાલકો, સ્થાનિક નાગરીકોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટને જોડતા મધ્ય ગુજરાતના આ હાઈવે ઉપર માત્ર માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, ક્ધટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી જ ટોલ ટેક્સ વસૂલાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાસદથી બગોદરા વચ્ચે તેયાર થઈ રહેલા સિક્સ લેઇન રસ્તાના તારાપુરથી વાસદ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ કયાં બાદ જણાવ્યુ કે, 48 કિલોમીટરના આ પેકેજનું 95 ટકા કામ થયુ છે. એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે. દેશમાં નમૂનેદાર બની રહેનારા આ રસ્તાના લોકાપણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. 101 કિ.મી.ના 6 લેઈન હાઈવેમાં ર1 કિ.મી.ના ક્લાય ઓવર ધરાવતો દેશનો પહેલો રસ્તો બગોદરાથી વટામણના 53ના બીજા પેકેજ સહિત વાસદ- બગોદરા હાઈવે 101 કિ.મી.નો તેયાર થશે. આ આખાય રસ્તા ઉપર અંદાજે 21 કિલોમીટરના ફ્લાઈ ઓવર બાંધવામાં આવ્યા છે. એક રીતે દેશમાં આ સવંપ્રથમ હાઈવે છે કે જ્યાં ક્રાસરોડને અવરોધ્યા વગર સડસડાટ ટ્રાફિક ચાલે તેના માટે 20 ટકા ફ્લાઈ ઓવર છે. એટલુ જ નહો, દરેક જંકશને, ઓવરબ્રિજ મળીને લગભગ અડધા રસ્તા પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા થઈ છે. સૌરાષ્ટ અને ધક્ષિણ- મધ્ય ગુજરાતને જોડતા અત્યંત મહત્વના આ હાઈવે ઉપર બાપ્સ, જેન સંપ્રદાયના અનેક તીર્થો આવ્યા છે.