Tuesday, September 17, 2024
Homeરાષ્ટ્રીયસમલૈંગિક લગ્નને માન્યતા નહીં

સમલૈંગિક લગ્નને માન્યતા નહીં

સુપ્રિમકોર્ટની બંધારણીય બેન્ચનો ચૂકાદો : સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઇએ : સીજેઆઇ

- Advertisement -

સુપ્રીમ કોર્ટે આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. સીજેઆઇ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 10 દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે જ આજે અરજદારે કહ્યું હતું કે, જે નિર્ણય હશે પણ સંઘર્ષ ચાલુ રહેશે.
આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમતી તરફના છે અને કેટલાક અસહમતી તરફના છે. આ કોર્ટને કેસની સુનાવણી કરવાનો અધિકાર છે. સમલૈંગિકતા એ એક પ્રાકૃતિક ઘટના છે જે ભારતમાં સદીઓથી ચાલતી આવે છે. તે ફક્ત શહેરી વિચારધારા નથી. સરકારને નિર્દેશ આપતા જણાવ્યું કે, એક સમિતિની રચના થવી જોઈએ જે સમલૈંગિક યુગલોને રાશન કાર્ડમાં પરિવાર તરીકે સામેલ કરવા, જોઈન્ટ બેંક ખાતા માટે નોમિનેશન, પેન્શન સંબંધિત અધિકારો સુનિશ્ચિત કરવા, ગ્રેચ્યુઈટી વગેરે મુદ્દાઓ પર વિચાર કરી નિયમ તૈયાર કરે.

- Advertisement -

બાળક દત્તક લેવા પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે, અપરિણીત યુગલોને દત્તક લેતા અટકાવતી જોગવાઈઓ ન હોવી જોઈએ તે અનુચ્છેદ 15નું ઉલ્લંઘન કરે છે. આ સિવાય તે સમલૈંગિક યુગલો સાથે પણ એક પ્રકારનો ભેદભાવ કરે છે.
સ્પેશિયલ મેરેજ એક્ટ વિવિધ ધર્મ અને જાતિના લોકોને લગ્ન કરવાની મંજૂરી આપવા માટે બનાવવામાં આવ્યો હતો. સમલૈંગિક લગ્ન માટે તેને રદ્દ કરવું ખોટું હશે. જો આ કાયદા હેઠળ સમલૈંગિક લગ્નને દરજ્જો આપવામાં આવશે, તો તેની અસર અન્ય કાયદાઓને પણ થશે. આ તમામ બાબતો પર સંસદને ધ્યાન આપવું પડશે. સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જો આપવો જોઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે. સુનાવણી દરમિયાન સરકારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સીજેઆઇ ડી.વાય. ચંદ્રચુડએ કહ્યું કે, શું સમલૈંગિકતા માત્ર એક શહેરી ખ્યાલ છે? તે કહેવું યોગ્ય નથી કે આ માત્ર શહેરી વિસ્તારો પૂરતું મર્યાદિત છે. સમલૈંગિક લગ્નના મુદ્દા પર ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. આ સાથે જ, આર્ટિકલ 21 હેઠળ સન્માન સાથે જીવન જીવવુંએ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. જ્યારે મૂળભૂત અધિકારોના રક્ષણની વાત આવે છે, ત્યારે સત્તાના વિભાજનનો સિદ્ધાંત કોર્ટના નિર્દેશોના માર્ગમાં ન આવી શકે. કોર્ટ આ મામલે કાયદો બનાવી શકતી નથી, પરંતુ માત્ર તેનું અર્થઘટન અને અમલ કરાવી શકે છે.

- Advertisement -

અરજદારોએ વિશ્ર્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક યુગલોને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.

સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય લગ્નોને રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ સમલૈંગિકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણીય બેંચને કહ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે અને સમલૈંગિક યુગલોના અધિકારોના મુદ્દાનો ઉકેલ શોધશે. આ કમિટી આ યુગલોના લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દા પર વિચાર કરશે નહીં. અરજદારો સમસ્યાઓ અંગે તેમના સૂચનો આપી શકે છે. તેમના સૂચનોમાં તે સરકારને કહી શકે છે કે શું પગલાં લેવા જોઈએ. મહેતાએ કહ્યું હતું કે સરકાર આ અંગે સકારાત્મક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular