ટેક્સપેયર્સ માટે રાહતના સમાચાર છે. હવે તમારે સીએના ચક્કર લગાવવાની જરૂર નહી પડે. સરકારના આદેશ અનુસાર હવે પ કરોડ રૂપિયા વધુના બિઝનેસવાળા ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ ટેક્સપેયર્સ પોતાના વાર્ષિક રિટર્નને જાતે પ્રમાણિત કરી શકશે. એટલે કે હવે ચાર્ટર્ડ એકાઉન્ટ પાસે ફરજિયાત ઓડિટ સર્ટિફિકેશન કરાવવાની જરૂર નહી પડે. તેના માટે સેંટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સના નિર્દેશ પણ જાહેર કર્યા છે.
ગુડ્સ એન્ડ સર્વિસસિઝ ટેક્સ હેઠળ 2020-21 માટે 2 કરોડ રૂપિયા સુધી વાર્ષિક બિઝનેસને બાદ કરતાં અન્ય તમામ એકમો માટે વાર્ષિક રિટર્ન જીએસટીઆર-9/9એ દાખલ કરાવવું અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ કરોડ રૂપિયાથી વધુના બિઝનેસવાળા ટેક્સપેયર્સને ફોર્મ જીએસટીઆર-9સીના રૂપમાં સમાધાન વિવરણ જમા કરાવવાની જરૂર નથી. ત્યારબાદ આ વિવરણને ઓડિટ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટેટ વેરિફાઇ કરે છે.
સીબીઆઇસીના નોટિફિકેશન અનુસાર જીએસટી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેના હેઠળ પ કરોડ રૂપિયાથી વધુના બિઝનેસવાળા ટેક્સપેયર્સને વાર્ષિક રિટર્ન સાથે સ્વ પ્રમાણિત સમાધાન વિવરણ આપવું પડશે. હવે તેના માટે સીએ વેરિફિકેશનની જરૂર નહી પડે.
એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું કે સરકારે ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ પાસે જીએસટી ઓડિટ કરાવવાની જરૂરિયાતને સમાપ્ત કરી દીધી છે. હવે ટેક્સ પેયર્સને વાર્ષિક રિટર્ન અને સમાધાન વિવરણ જાતે પ્રમાણિત કરી જમા કરાવવાનું રહેશે. તેમણે કહ્યું કે તેનાથી હજારો ટેક્સપેયર્સને રાહત મળશે પરંતુ જાણી જોઇને અથવા અજાણતાં વાર્ષિક રિટર્નમાં ભૂલ વિવરણથી સમસ્યા આવી શકે છે.
હવે જીએસટી રિર્ટન માટે સીએ ઓડિટની જરૂર નહીં
નાણાંમંત્રીએ કરદાતાઓને આપી રાહત