જામનગર શહેરમાં જાહેરમાં કેરણ ન નાખવા જામ્યુકો દ્વારા તાકિદ કરવામાં આવી છે. જો કોઇ આસામી જાહેર જગ્યા ઉપર કેરણ નાખતાં પકડાશે તો આ શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર શહેરના ગાંધીનગર ભૂતિયા બંગલા પાસે તથા નંદનવન સોસાયટીની બાજુના મેદાન અને ખુલ્લી જગ્યામાં સ્થાનિક વિસ્તારોમાંથી બાંધકામના કેરણ ઠાલવવામાં આવી રહ્યાં છે. ઉપરાંત શહેરના ઘણા બધા વિસ્તાર તથા ખુલ્લા ગ્રાઉન્ડમાં લોકો દ્વારા આ પ્રકારનો વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે. આથી શહેરમાં જાહેર રસ્તામાં કે, કોઇપણ જાહેર જગ્યાએ બાંધકામનું કેરણ ન નાખવા જામ્યુકો દ્વારા તાકિદ કરવામાં આવી છે. જો કોઇપણ આસામી આ પ્રકારે જાહેર જગ્યા ઉપર કેરણ નાખતાં પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.