Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના આગમનને લઇ જામનગરના કેટલાંક વિસ્તારોમાં નો ડ્રોન ફલાઇઝોન જાહેર

વડાપ્રધાનના આગમનને લઇ જામનગરના કેટલાંક વિસ્તારોમાં નો ડ્રોન ફલાઇઝોન જાહેર

- Advertisement -

આગામી તા.24-25/2/2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે અને ત્યારબાદ તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંભવિત પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, સર્કીટ હાઉસ તથા મહાનુભાવશ્રીના આવવા-જવાના કોન્વોય રૂટની આજુ-બાજુના વિસ્તારોને “નો ડ્રોન ફલાય ઝોન” જાહેર કરેલ છે અને તે વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંશાધનોને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે. આ હુકમ તા.25ના 10 કલાક સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાંનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 તળે શિક્ષાપાત્ર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular