દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાની બેઠકો માટે હાલમાં જ ચૂંટણી યોજવામાં આવી હતી અને આ ચૂંટણીના પરિણામો બાદ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી કોંગ્રેસના આઠ અને ભાજપાના 16 સભ્યો વિજેતા થયા હતાં. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ કોંગ્રેસ વિરોધપક્ષના નેતા સહિતના આઠ સભ્યો દ્વારા અવિશ્ર્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત મામલે આગામી 24 માર્ચના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે.