લોનની વસૂલી માટે કોઈપણ સમય પર આવતા એજન્ટના કોલને રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક કડક નિયમ લાવી રહી છે. આરબીઆઇના પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ ગ્રાહક લોનના હપ્તા બાકી રહેતા હોય તો લોનની રિકવરી માટે તેમને તેને સવારે 8 વાગ્યાથી વહેલા અને સાંજે 7 વાગ્યા બાદ કોલ કરી શકાશે નહી. એક રિપોર્ટ પ્રમાણે આરબીઆઇએ કહ્યું છે કે નાણાકીય સંસ્થા દ્વારા આઉટસોર્સિંગ કર્યા બાદ પણ તેની જવાબદારી પૂરી થતી નથી. તે પણ ગ્રાહકો પ્રત્યે સમાન રીતે જવાબદાર છે. આ સાથે આ ડ્રાફ્ટમાં આરબીઆઇએ ડાયરેક્ટ સેલ્સ એજન્ટ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ્સ અને રિકવરી એજન્ટ્સ માટે નિયમો બનાવવાની વાત કરી છે.આ નિયમ પબ્લિક, પ્રાઇવેટ અને NBFC ત્રણેયને લાગુ પડવો જોઈએ.