જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી સીટી-બી પોલીસે એક શખ્સના મકાનમાંથી રૂા.35,000ની કિંમતની 70 નંગ વિદેશી દારૂની બોટલનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી શેરી નં.10/એ માં રહેતાં વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની સીટી-બીના પો.કો ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા તથા હેકો.ક્રિપાલસિંહ સોઢાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાની સુચના અને પીઆઇ કે.જે.ભોયે તથાપીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા, મનહરસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર દ્વારા સહિતના સ્ટાફ દ્વારા બાતમી વાળી જગ્યાએથી રેઇડ દરમ્યાન વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી નામના શખ્સના મકાનમાંથી રૂા.35,000ની કિંમતની 70 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી અને આરોપી વિશાલ ઉર્ફે ભવાન સોલંકીની શોધખોળ હાથ ધરી હતી.