Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયબિહારમાં નીતિશની 8મી ઇનિંગ

બિહારમાં નીતિશની 8મી ઇનિંગ

ભાજપને તરછોડી આરજેડીના ખભ્ભે સવાર થયા નીતિશકુમાર : આરજેડીના તેજસ્વી યાદવ બન્યા ઉપમુખ્યમંત્રી : નીતિશકુમારની બેવફાઇ સામે ભાજપના ધરણાં

- Advertisement -

બિહારમાં ફરી એક વખત નિતીશકુમારે પલ્ટી મારી છે. તેઓ આજે મુખ્યમંત્રી તરીકેની આઠમી ઈંનિગ્સનો પ્રારંભ કરશે. ભાજપનો સાથ છોડી આરજેડીના ખભે સવાર થઇ નીતિશકુમાર નવેસરથી મુખ્યમંત્રીની ખુરશી ઉપર બિરાજમાન થયા છે.

- Advertisement -

બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન તૂટી ગયું છે. નીતીશ કુમાર બુધવારે બપોરે 2 વાગ્યે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. 21 મહિનામાં આ બીજી વખત છે જ્યારે તેઓ સીએમ તરીકે શપથ લેશે. તેઓ 17 વર્ષમાં આઠમી વખત સીએમ બનશે, જે બિહારના ઈતિહાસમાં એક રેકોર્ડ હશે. આરજેડી નેતા અને લાલુના નાના પુત્ર પણ નીતીશની સાથે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

આ તરફ ગઉઅ ગઠબંધન તોડવાના વિરોધમાં ઇઉંઙ બુધવારે સવારે 10 વાગ્યાથી પ્રદેશ કાર્યાલય પર ધરણા કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો.સંજય જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય સામે ધરણા પર બેસશે. 12 ઓગસ્ટના રોજ જિલ્લા મુખ્યાલય પર અને 13 ઓગસ્ટે બ્લોક મુખ્યાલય પર ધરણા કરશે.
મંગળવારે સાંજે નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને 7 પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. નીતીશની સાથે તેજસ્વી યાદવ પણ રાજભવનમાં હાજર રહ્યા હતા. સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ નીતીશ અને તેજસ્વીએ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેજસ્વીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે- ઇઉંઙ પાસે કોઈ ગઠબંધન સાથી નથી, ઈતિહાસ બતાવે છે કે ઇઉંઙ જે પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે તેને ખતમ કરી દે છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં શું થયું તે અમે જોયું. સીએમ નીતિશ કુમારે મંગળવારે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સોંપ્યું. તે સમયે નીતિશે 160 ધારાસભ્યોના સમર્થનની વાત કહીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

- Advertisement -

આ પછી તેઓ રાબડી દેવીના ઘરે પહોંચ્યા, જ્યાં તેમને મહાગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. અહીં જીતન રામ માંઝીની પાર્ટી ઇંઅખ પણ નીતીશ સાથે જોડાઈ ગઈ. તેમની પાસે 4 ધારાસભ્યો છે. આ પછી નીતીશ અને તેજસ્વી ફરી એકવાર રાજ્યપાલને મળ્યા હતા.નીતીશના આ પગલા બાદ ભાજપ અને જેડીયુનું 2020માં બનેલું ગઠબંધન તૂટી ગયું છે. રાજીનામું આપ્યા બાદ નીતીશે રાજભવનમાં કહ્યું હતું કે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોએ એનડીએ સાથે ગઠબંધન તોડવા માટે એક સ્વરમાં વાત કરી છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી અને નીતીશ કુમાર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો. પ્રસાદે પૂછ્યું કે 2020માં નીતીશ ભાજપ સાથે કેમ હતા. આ પછી 2017માં પણ તેઓ સાથે આવ્યા હતા. તેમણે 2019માં લોકસભાની ચૂંટણી અને 2020માં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. હવે શું થયું કે અમે ખરાબ થઈ ગયા? ભાજપે મંગળવારે સાંજે જ કોર ગ્રુપની બેઠક પણ બોલાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular