ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે રોજ વિધાનસભા ગૃહમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોરોનાની વેક્સીનને લઇને મોટી જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં આવતીકાલે રવિવારે કોરોનાનું વેક્સીનેશન ચાલુ રહેશે.
કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે ગુજરાત સહીત દેશભરમાં કોરોનાની રસી અપાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે તંત્ર વધુ સતર્ક બન્યું છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને કોરોનાની વેક્સીન લેવાની અપીલ કરી છે. તેવામાં આજે રોજ વિધાનસભા ગૃહમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્રારા જણાવવામાં આવ્યું છે કે રવિવારના રોજ પણ ગુજરાતના 250% જેટલા સેન્ટરો પર કોરોનાની રસી આપવામાં આવશે.અત્યાર સુધી કોરોનાની વેક્સીન સોમથી શની આપવામાં આવતી હતી ત્યારે હવે આવતીકાલે રવિવારે પણ વેક્સીન આપવામાં આવશે. જેથી જે ધારાસભ્યોએ કોરોનાની વેક્સીન લગાવવાની બાકી હોય તેઓ લગાવી શકશે. આવતીકાલની રજા રદ કરવામાં આવી છે.
અંતે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગુજરાતમાં 4,45,406 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમીરી ધરાવતા 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર થઈ નથી.