Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરેસિડન્ટ ડોક્ટરોની હડતાલ અંગે નીતિન પટેલનું મોટું નિવદેન

રેસિડન્ટ ડોક્ટરોની હડતાલ અંગે નીતિન પટેલનું મોટું નિવદેન

- Advertisement -

રાજ્યભરમાં ચાલી રહેલ રેસીડેન્ટ તબીબોની હડતાલને લઇને આજે રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કેરાજ્યની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દન ગેરવાજબી છે. કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને સરકાર ચલાવી લેશે નહીં. 

- Advertisement -

નાયબ મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે રેસીડેન્ટ તબીબોની માગણીઓ વ્યાજબી હશે, તો તે માટે તેમની સાથે ચર્ચા કરવા રાજય સરકારનુ મન ખુલ્લુ છે પણ ગેરવ્યાજબી માગણીઓને રાજયસરકાર કયારેય સ્વીકારશે નહી કેમ કે સમસ્યાનું સમાધાન ચર્ચાથી આવે હડતાલથી નહી.

રાજય સરકાર દ્નારા તમામ બોન્ડેડ તબીબોને કોવિડ સમયેની ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે તા. 01/08/2021 થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલ બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે.  વધુમાં નીતિન પટેલે ઉમર્યું કે તબીબો પોતાની નૈતિક ફરજ સમજીને ગુજરાતની પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ આપી તેમના સરકારે નિયત કરેલા ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જવા જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular