Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયનીતિન ગડકરીએ કહ્યું ઇ-વાહનોમાં સબસિડી આપો

નીતિન ગડકરીએ કહ્યું ઇ-વાહનોમાં સબસિડી આપો

- Advertisement -

પેટ્રોલ-ડિઝલ પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઇલેકટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવાની ભલામણ કરે છે. લોકો ઇલેકટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ કરે તે પહેલાં, સરકારી વિભાગોમાં ઇ-વાહનોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. ઉપરાંત, આગામી સમયમાં એલપીજી ગેસ સિલિન્ડરને બદલે સરકાર તમને ઇન્ડકશન રસોઇ પર સબસિડી આપી શકે છે. તેમણે સરકારને વિચારણા કરવા જણાવ્યું છે.

- Advertisement -

નીતિન ગડકરીએ દરખાસ્ત કરી છે કે, તમામ મંત્રાલયો અને વિભાગોના સરકારી અધિકારીઓએ ફકત ઇલેકટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જ જોઇએ. એટલું જ નહીં. નીતિન ગડકરીએ સરકારને સૂચન પણ કર્યુ છે કે, ઘરોમાં ઉપયોગ માટે રાંધણ ગેસ માટે આપવામાં આવતી સહાયને બદલે ઇલેકટ્રિક રસોઇ ઉપકરણો ખરીદવા સબસિડી આપવામાં આવે. ગો ઇલેટ્રિક ઝુંબેશ કાર્યક્રમમાં બોલતા તેમણે કહયું કે, આપણે ઇલેકટ્રિક રસોઇ ઉપકરણો ખરીદવા માટે સબસિડી કેમ નથી આપતા અમે રાંધણ ગેસ પર સબસિડી આપી રહયા છીએ. ગેસની આયાત પર દેશની નિર્ભરતા ઓછી થવાની સાથે નીતિન ગડકરીના સૂચન પાછળનો હેતુ અને ઇલેકટ્રિક રસોઇથી થતાં પ્રદૂષણનું જોખમ પણ ઓછું થશે. નીતિન ગડકરીએ કહ્યું કે, દિલ્હીમાં 10,000 ઇલેકટ્રિક ટ્રેનોનો ઉપયોગ કરીને દર મહિને 30 કરોડ રૂપિયાની બચત થઇ શકે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉર્જા પ્રધાન આર.કે. સિંઘે સેવાની ઘોષણા કરી હતી. જે દિલ્હીથી આગ્રા અને દિલ્હીથી જયપુર વચ્ચે દોડશે. જો કે, તેની તારીખ જહુ સુધી જાહેર કરવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular